Saguna is a hard working text type family that has been crafted for all print environments where clarity and a strong visual hierarchy are required. The family contains five upright weights that strengthens it's ability in the composition of longer text settings as well as bringing flexibility and choice to the user. It's subtle appearance fashions a contemporary aesthetic whilst it's construction lays deeply rooted in classical Gujarati calligraphy and structure.
Family Name | Saguna Gujarati |
---|---|
Designer(s) | Jonny Pinhorn |
Release Date | January 17, 2013 |
Available Style | Light, Regular, Medium, Semibold, Bold |
Classification | Serif |
Supported Languages | Gujarati |
200 pts
સત્યાગ્રહ
40 pts
કોઈ પણ પ્રકારની બઢતી કે પ્રાપ્તિને માણસે પોતાની લાયકાતના આખરી પ્રમાણપત્ર કે પુરાવારૂપે જોવાની પણ જરૂર નથી. ઝંખેલી વસ્તુ ચોક્કસ ક્ષણે મળતી નથી, તેનું જે દુ:ખ માણસને થાય છે, તેના મૂળમાં આ લાગણી પડેલી છે. કંઈક મળતું અને તરત ચાલ્યું જતું! અપજશનો પોટલો મૂકીને ચાલ્યું જતું! ચર્ચિલ માનતો કે તે ખૂબ લાયક અને કાબેલ છે.
16 pts
માણસ આ કે તે પ્રાપ્તિ માટે પોતાના મનથી એક સમયબિંદુ નક્કી કરી નાંખે છે. તે ક્ષણે તે તલપાપડ બનીને પ્રાપ્તિની કે બઢતીની રાહ જુએ છે. પછી તરસ્યા કરે છે. ખરેખર, જ્યારે તેને ઈચ્છિત ફળ મળે ત્યારે તેને થાય છે કે કેટલું મોડું થઈ ગયું ! ધાર્યા કરતાં ખૂબ પ્રસંગે પણ ગમગીન બની જાય છે.દરેક માણસને પોતાની જિંદગીના નકશારૂપે ઊંચો પહાડ જોવાનું જ ગમે છે. પણ યાદ તો રાખવું જ પડે છે કે જે પર્વતની ટોચ પર પહોંચે છે તેણે તળેટી તરફ પાછા ફરવાનું આવે જ છે. એક એક ટેકરી પગથિયું બને અને ઊંચામાં ઊંચા પહાડ પર તમે પહોંચો પછી શું ? કોઈ આકાશને અડી શકતું નથી. કોઈ પર્વતની ટોચ પર જ રહી શકતું નથી. કેટલાક માણસો ગૌરવપૂર્વક પર્વત પરથી નીચે ઊતરે છે, કેટલાક ગબડી પડે છે, કેટલાક ધક્કે ચઢીને નીચે આવે છે, પણ ઊંચાને ઊંચા ઊડ્યા જ કરવાનું લગભગ અશક્ય છે. માણસને કંઈ પણ મનવાંચ્છિત ફળ મોડું મળે તો તે વહેલું મળ્યું હોત તો સારું હતું એવો અફસોસ હદયમાં ઘૂંટતી વખતે વિચારવું જોઈએ કે આ બધું વહેલું મળ્યું હોત તો શું ફરક પડત ? આવો અફસોસ કરનાર એવું માનતા હોય છે કે આજે મોડું મળેલું ફળ વહેલું મળ્યું હોત, પોતે જે ક્ષણે વધુમાં વધુ ઝંખ્યું હતું તે ક્ષણે મળ્યું હોત તો તેઓ આજે તેના કરતાં પણ વધુ મોટી પ્રાપ્તિને લાયક બની ચૂક્યા હોત! હકીકતે માણસની જિંદગી સીધા ને સીધા તેમજ ઊંચે જ દોરી જતાં પગથિયાનો જ નકશો કદી હોતી નથી. કેટલાક બનાવો એક જ વાર બને છે તે વહેલા બને કે મોડા બને વહેલા બને તો ચઢતીની વધુ તકો બાકી રહે અને મોડા મળે તો તે છેવટની તક બની જાય તેવો કોઈ નિયમ નથી.